Contact us for more detail |
મોટા ભાગના લોકો માને છે કે ઇસ્લામમાં સ્ત્રીઓને તાબેદાર, નીચલી કક્ષાની અને પીડિત વ્યક્તિ તરીકે રાખવામાં આવે છે – પરંતુ શું ખરેખર ઇસ્લામમાં સ્ત્રીઓની આવી સ્થિતિ છે? શુંલાખો મુસલમાનો ખરેખર જુલમી છે કે આ ઉપજાવેલી ગેરસમજો પક્ષપાતી મીડિયા દ્વારા ફેલાવવામાં આવેલ છે?
“અને સ્ત્રીઓને પુરુષો પર એવાજ અધિકારો છે, જેવા પુરુષોને જેવા અધિકારો સ્ત્રીઓ ઉપર છે.” (કુરઆન૨:૨૨૮)
ઇસ્લામે મહિલાઓના જે અધિકારો ચૌદસો વર્ષ પહેલાં આપ્યા છે તે અધિકારો પશ્ચિમમાં સ્ત્રીઓએ માત્ર તાજેતરમાં જ માણવાનું શરૂ કર્યું છે.૧૯૩૦માં એનીબેસન્ટે અવલોકન કરતાં કહુંકે ”તે છેલ્લા વીસ વર્ષથી જ ખ્રિસ્તી ઇંગ્લેન્ડે મિલકત પર મહિલા અધિકાર માન્ય રાખેલ છે,જ્યારે ઇસ્લામ શરૂઆતથી જ આ અધિકારની મંજૂરી આપી છે. તેથી તેવું કહેવું નિંદાને પાત્ર છે કે ઇસ્લામ એવું શીખવે છે કે સ્ત્રીઓને કોઈ અંતરઆત્મા હોતી નથી.” (The Life and Teachings of Mohammed, 1932).
સમાનજવાબદારી અનેસમાનવળતર
પુરુષો અને સ્ત્રીઓ એક સમાન રીતે અલ્લાહની (ઈશ્વરની) ઈબાદત (ભક્તિ) કરે છે તેનો અર્થ એ થયો કે તેઓ બંને એક જ અલ્લાહ (ઈશ્વર)ની ઈબાદત (ભક્તિ) કરે છે, એક જ રીતથી ઈબાદત (ભક્તિ) કરે છે, એક જ ધર્મગ્રંથને માને છે, અને એક જ પ્રકારની શ્રદ્ધા ધરાવે છે. અલ્લાહ કે જે તમામ સર્જનોના એક માત્ર અને સત્ય ઈશ્વર માટેનો અરબી શબ્દ છે તે બધા મનુષ્યોની સાથે સારી રીતે અને સમાન રીતે ન્યાય કરે છે. કુરાનમાં ઘણા આયાતો (શ્લોકો)માં અલ્લાહ (ઈશ્વર) ન્યાયપૂર્વકના વર્તાવ અને વળતર પર ભાર મુકે છે.
“આસ્તિક (મોમિન) પુરુષો અને આસ્તિક (મોમિન) સ્ત્રીઓ સાથે અલ્લાહનો વાયદો છે કે તે તેમને એવા બગીચાઓ આપશે જેમના નીચે નહેરો વહેતી હશે અને તેઓ તેમાં હંમેશાં રહેશે. આ સદાબહાર બગીચાઓમાં તેમના માટે રહેવાની સ્વચ્છ જગ્યા હશે.” (કુરઆન ૯:૭૨)
“હું (ઈશ્વર) તમારામાંથી કોઈનું કર્મ વ્યર્થ જવા દેવાનો નથી. પછી તે પુરુષ હોય કે સ્ત્રી, તમે સૌ એક-બીજા જેવા છો.”(કુરઆન ૩:૧૯૫)
કુરાનની આ આયાતો (શ્લોકો) દર્શાવે છે કે અલ્લાહ (ઈશ્વર) વળતર એ કર્મ પર આધારિત છે, નહિ કે કોઈ ની જાતિ. જાતિ પુરસ્કાર અને ન્યાય મેળવવા પર ભાગ ભજવતી નથી.
જો આપણે ઇસ્લામને બીજા ધર્મો સાથે સરખાવીએ તો, આપણે જોઈ શકીએ છે કે ઇસ્લામ સ્ત્રી અને પુરુષ વચ્ચે ન્યાય દાખવે છે. ઉદાહરણ તરીકે ઈવ (હવ્વા – પ્રથમ સ્ત્રી) એ આદમ (પ્રથમ પુરુષ) કરતા વધુ પાપી છે તે વાતનું ઇસ્લામ ખંડન કરે છે. ઇસ્લામમાં ઈવ અને આદમ બંનેએ ગુનો કર્યો, બંનેએ માફી માંગી અને ઈશ્વરે બંને ને માફ કરી દીધા.
જ્ઞાન મેળવવામાં સમાનતા
પુરુષ અને સ્ત્રી બંનેને સમાન રીતે જ્ઞાન મેળવવા માટે પ્રોત્સહીત કરવામાં આવ્યું છે. પયગંબર મુહંમદ(સ.અ.વ.) સાહેબે ફરમાવ્યું, “બધા મુસ્લીમો માટે શિક્ષણ મેળવવું ફરજીયાત છે.”
પયગંબર(સ.અ.વ.)ના સમયમાં ઘણી સ્ત્રીઓ મહાન વિદ્વાનોમાંથી હતી. કેટલાક તેમના કુટુંબમાંથી જ હતા તો કેટલાક તેમના અનુયયીયોની પુત્રીઓ હતી. તેમાં સૌથી શ્રેષ્ઠ પયગંબર(સ.અ.વ.) સાહેબના પત્ની આઈશા હતા કે જેમના દ્વારા પોણા ભાગના ઇસ્લામિક નિયમોની ઝાંખી થાય છે. બીજી કેટલીક સ્ત્રીઓ પણ મહાન વિદ્વાનો હતી અને ઘણાબધા જાણીતા વિદ્વાન પુરુષ તેમના વિદ્યાર્થીઓ હતાં.
પતિ ની પસંદગીમાં સમાનતા
ઇસ્લામે સ્ત્રીને પોતાનો જીવનસાથી નક્કી કરવાની પસંદગી આપીને તેનું સ્થાન વધાર્યું છે, તદુપરાંત તે પોતાના લગ્ન લગ્ન પછીપણ પોતાનું કૌટુંબિક નામ (અટક) જાળવી શકે છે. આજકાલ માતા-પિતા પોતાની પુત્રીઓને લગ્ન કરવા જબરદસ્તી કરે છે જે એક પરંપરાગત કુરિવાજ છે અને ખરેખર તો ઇસ્લામમાં તેની મનાઈ છે.
પયગંબર મુહંમદ(સ.અ.વ.) સાહેબના સમયમાં એક સ્ત્રીએ આવીને કહ્યું, “ઓ ઈશ્વરના સંદેશાવાહક, મારા પિતાએ બળજબરીથી મારા લગ્ન મારા પિતરાઈ સાથે કરી દીધા છે. પયગંબર સાહેબે તેના પિતાની હાજરીમાં તેણીને લગ્ન જાળવી રાખવાની આથવા રદબાતલ કરવાની મંજૂરી આપી.”
તે સ્ત્રીએ જવાબ આપ્યો, “ઓ ઈશ્વરના સંદેશવાહક, મારા પિતાએ જે કર્યું તે મને મંજુર છે, પરંતુ હું બીજી સ્ત્રીઓને બતાવવા માંગતી હતી (કે તેમને લગ્નની પસંદગી માટે બળજબરી રીતે રોકવામાં ના આવે).”
સમાનતા છતાં વિભિન્નતા
પુરુષ અને સ્ત્રીને સામાન્ય નિયમોમાં સમાન હક્કો આપવામાં આવ્યા છે, છતાં કેટલીક ચોક્કસ જવાબદારીઓ ફાળવવામાં આવી છે તે એકસરખી નથી. પુરુષ અને સ્ત્રીને પોતપોતાના હકો અને એકબીજાને માટે જવાબદારીઓ છે.
સ્ત્રી અને પુરુષ માં તેમની બાહ્ય અને આંતરિક માનવશરીર રચના માં તફાવતો છે ઉપરાંત જે રીતે પુરુષો અને સ્ત્રીઓનું મગજ ભાષા, માહિતી અને ભાવનાઓની કાર્યવાહી કરે છે તે જોતા અમુક અન્ય નાના-નાના તફાવતો છે,. જેમાંથી કેટલાક અહિયા રજુ કરવામાં આવે છે.
હાર્વડ યુનિવર્સીટીના એડવર્ડ ઓ. વિલ્સન જે એક સામાજિક જીવવિજ્ઞાનના નિષ્ણાત છે જણાવ્યું કે સ્ત્રીઓમાં શાબ્દીક કૌશલ્ય, સહાનુભૂતિ અને સામાજિક કુશળતાઓ જેવી બીજી વસ્તુઓ પુરુષો કરતા ચઢિયાતી હોય છે, જયારે કે પુરુષો સ્વતંત્રતા, વર્ચસ્વ, અંતરીક્ષ અને ગણિતીય વિષયક જ્ઞાન, આક્રમકતા અને બીજા લક્ષણોમાં સ્ત્રીઓ કરતાં ચઢીયાતા હોય છે.
બંને જાતિને સમાન સારવાર આપવી અને તેમના તફાવતોને અવગણવા એ મૂર્ખ બાબત છે. ઇસ્લામ શીખવે છે કે પુરુષ અને સ્ત્રી એકબીજાના પુરક હોવા છતાં તેમની ભૂમિકા ભિન્ન પ્રકાર ની છે કારણ કે તે તેમના સ્વભાવ અનુરૂપ શ્રેષ્ઠ હોય છે.અને ઈશ્વર કહે છે
“અને પુત્ર, પુત્રી જેવો હોતો નથી.” (કુરઆન ૩:૩૬)
“જેણે (બધાને) પેદા કર્યા શું તે નહિ જાણે? જો કે તે બારીકાઈપૂર્વક જોનાર અને ખબર રાખવાવાળો છે.” (કુરઆન ૬૭:૧૪)
અલ્લાહે (ઈશ્વરે) પુરુષ અને સ્ત્રીને તેમની અનુપમ ભૂમિકાઓ, કૌશલ્યો અને જવાબદારીઓ સાથે ભિન્ન ભિન્ન પેદા કર્યા છે. ઇસ્લામમાં આ તફાવતોને શ્રેષ્ઠતા કે તુચ્છતા સાબિત કરવા નહિ પરંતુ તેને એક વિશિષ્ટતા તરીકે જોવામાં આવે છે. ઇસ્લામમાં પરિવાર એક અતિ મહત્વ ધરાવે છે. પુરુષ નાણાકીય સંભાળ માટે અને સ્ત્રી પરીવારના પ્રત્યક્ષ કામો, શૈક્ષણિક અને ભાવનાત્મક સંભાળ માટે જવાબદાર હોય છે. આ રીત સ્પર્ધાને બદલે સહકારને પ્રોત્સાહન આપે છે. તેઓ તેમની પારસ્પરિક જવાબદારીઓ પરિપૂર્ણ કરીને સશક્ત કુટુંબનું નિર્માણ કરે છે અને તે રીતે એક મજબુત સમાજનું નિર્માણ થાય છે. ભાવનાત્મક રીતે પણ પુરુષો કે સ્ત્રીઓ એક બીજા વિના સુખી જીવન જીવી શકતા નથી. ઈશ્વર આ માટેનું વર્ણન સુંદર રીતે કરે છે
“તેઓ તમારા માટે પોશાક છે અને તમે એમના માટે પોશાક છો.” (કુરઆન ૨:૧૮૭)
કપડાં આપણે માટે આરામ, હુંફ, અને સુરક્ષા છે ઉપરાંત તે આપણો દેખાવ સારો બનવે છે – આ રીતે ઇસ્લામમાં પતિ અને પત્નીના સંબંધોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.
દામ્પત્યજીવનમાં પ્રેમ અને દયા
પયગંબર(સ.અ.વ.) સાહેબે પુરુષોને પોતાની પત્નીઓ પ્રત્યે શ્રેષ્ઠ વર્તન કરવાનું પ્રોત્સાહન આપ્યું છે, “તમારામાંથી સૌથી શ્રેષ્ઠ તે છે જે પોતાની પત્નીઓ સાથે (વ્યવહારમાં) શ્રેષ્ઠ હોય.”
“અને તેની નિશાનીઓમાંથી એ છે કે તેણે તમારા માટે તમારી જ સહજાતિથી પત્નીઓ બનાવી,જેથી તમે તેમના પાસે મનની શાંતિ મેળવી શકો અને તમારા વચ્ચે પ્રેમ અને દયા પેદા કરી દીધાં. નિ:શંક એમાં ઘણી નિશાનીઓ છે જે લોકો જેઓ વિચાર કરે છે.” (કુરઆન ૩૦:૨૧)
આઇશા, પયગંબર(સ.અ.વ.) સાહેબનાં પત્ની, ને એક વખત પૂછવામાં આવ્યું કે પયગંબર(સ.અ.વ.)ની ઘરમાં વર્તણુંક કેવી હતી. તેણીએ કહ્યું, “તે ઘરમાં તમારી જેમજ હતાં, છતાં તેઓ સૌથી વિનમ્ર અને ઉદાર હતાં. તેઓ ઘરના સામાન્ય કામકાજમાં તેમની પત્નીઓને મદદ કરતા હતાં, પોતાના કપડા જાતે સીવતા અને પોતાના જુતાની પોતે મરામત કરતા.” સામાન્ય રીતે તેઓ પોતાની પત્નીઓને ગમે તે કામમાં મદદ કરતા હતાં.
માતા અને પુત્રી તરીકેનું ગૌરવપૂર્ણ સ્થાન
ખાસ કરીને શરૂઆતના સમયમાં પોતાની લાગણી, સંભાળ અને પ્રેમ દ્વારા માતાનો પ્રભાવ બાળક પર વધારે હોય છે. બેશક સમાજની સફળતા માતાના કારણેજ છે. તેથી, તે ઇસ્લામ દ્વારા તેમને અધિકાર છે કે તેનુ (સ્ત્રીનો) સન્માન અને ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રદાન થાય.
“અમે મનુષ્યને તાકીદ કરી કે તે પોતાના માતા-પિતા સાથે સદ્વ્યવહાર કરે. તેની માતાએ કષ્ટ ઉઠાવીને તેણે પેટમાં રાખ્યો અને કષ્ટ ઉઠાવીને જ તેને જન્મ આપ્યો.” (કુરઆન ૪૬:૧૫)
પયગંબર(સ.અ.વ.) સાહેબને એક વાર પૂછવામાં આવ્યું, “ઓ ઈશ્વરના સંદેશવાહક, લોકોમાં સૌથી વધુ સારી સારવારને પાત્ર કોણ છે?” તેમને કહ્યું, “તારી માતા.” તે વ્યક્તિએ ફરીથી બે વાર પૂછ્યું, “પછી કોણ?” અને તેણે તે જ જવાબ મળ્યો(તારી માતા). માત્ર ચોથી વખતે પયગંબર(સ.અ.વ.) સાહેબે જવાબમાં કહ્યું, “પછી તારા પિતા.”
આખેરત (પરલોક)માં સારો બદલો માત્ર માતાની સારી સારવારથી નથી મળતા. ઉપરાંત ઇસ્લામે પુત્રીઓને સારીરીતે ઉછેરવા માટે પણ મોટું વળતર આપ્યું છે જે પુત્રોના કિસ્સામાં નથી. પયગંબર મુહંમદ(સ.અ.વ.) સાહેબે ફરમાવ્યું, “જે કોઈને અલ્લાહે (ઈશ્વરે) બે પુત્રીઓ આપી અને તે(માતા-પિતા) તેના સાથે ઉદાર વર્તન કરે તો તે(પુત્રીઓ) તેમના માટે સ્વર્ગ(જન્નત)માં જવા માટેનું કારણ બનશે.”
સારાંશ
ઇસ્લામ પૂર્વે સ્ત્રીઓને શરમજનક ગણવામાં આવતી હતી, નવજાત છોકારીયોને જીવતી દાટવામાં આવતી, વેશ્યાવૃત્તિ પ્રચલિત હતી, છૂટાછેડા(તલાક) પર માત્ર પુરુષોનો અધિકાર હતો, વારસાઈનાં હક્ક પર બળવાન લોકોનુ આધિપત્ય હતું, અત્યાચાર વ્યાપક હતો. ઇસ્લામે આવા બધા જ કુરિવાજોને નાબુદ કર્યા. અત્યારે પણ “વિકાશશીલ દેશોમાં” સ્ત્રીઓને માન, સમ્માન અને ગૌરવ આપવામાં નથી આવતું. તેમ છતાં ઇસ્લામ સ્ત્રીને કીમતી અને મૂલ્યવાનગણે છે અને તેનું અનાદર કે બદનામી ના થાય તેનું ધ્યાન રાખે છે. કેટલાક મુસ્લિમ કુટુંબોમાં અને માધ્યમ-પૂર્વના કેટલાક દેશોમાં સ્ત્રીઓ સાથેનો વ્યવહાર તે તેમના સાંસ્કૃતિક પરિબળને કારણે હોય છે, ઇસ્લામને કારણે નહિ. જો ખરેખર ઇસ્લામ દમનકારી હોય તો વિશ્વની સ્ત્રીઓ શા માટે ઇચ્છાનુસાર ઇસ્લામ અંગીકાર કરે છે?
હવે આપણે તમામ સ્ત્રીઓ અને પુરુષોના તથા તમારા અને અમારા ઈશ્વર, સર્જક અને પાલકના શબ્દો સાથે અંત આણીએ.
“નિશ્ચિતપણે જે પુરુષો અને જે સ્ત્રીઓ ઈશ્વરના હુકમોનું પાલનકરનાર (ફરમાંબરદાર) છે, ઈમાનવાળા (વિશ્વાસ ધરાવનાર) છે, આજ્ઞાંકિત છે, સત્યનિષ્ઠ છે, ધૈર્યવાન છે, અલ્લાહ(ઈશ્વર) ના આગળ ઝુક્નારા છે, દાન (સદકા) કરનારા છે, રોઝા રાખનારા છે, પોતાના ગુપ્તાંગો (ચરિત્ર)ની રક્ષા કરનારા છે, અલ્લાહે(ઈશ્વરે) તેમના માટે ક્ષમા અને મોટું વળતર તૈયાર કરી રાખ્યું છે.” (કુરઆન ૩૩:૩૫)
FOLLOW BELOW LINKS FOR MORE INFORMATION